ઉદ્દેશ પ્રાપ્તિ અને પ્રગતિના લક્ષ્ય સાથે ખેડૂતોની અપેક્ષા પૂર્તિ એ સહકારી સંઘટનાનો મૂળ મંત્ર ગણાય. વ્યાજના વિષચક્રમાં અને દેવાના બોજ તળે દબાયેલા કૃષિ-કર્મી પરિવારોને
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ આપનું સ્વાગત કરે છે
સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે વડીકચેરી આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓ મારફત સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.